ગીતા જ્ઞાન યજ્ઞ, અમદાવાદ

અમદાવાદ નાં મણિનગર વિસ્તાર માં સ્થિત રામકૃષ્ણ સેવા સમિતિ માં પૂજ્ય સ્વામીની અમિતાનંદજી નાં સાત દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞ નું આયોજન તારીખ 25 જૂન થી 1 જુલાઈ 2018 સુધી કરવા માં આવ્યું. આ યજ્ઞ ની પ્રવચન શૃંખલા માં પૂજ્ય સ્વામિનીજી એ સવાર નાં સત્ર માં આદિ શંકરાચાર્યજી દ્વારા રચિત લઘુ વાક્ય વૃત્તિ ગ્રંથ ઉપર તથા સાંજ નાં સત્ર માં ભગવદ્દ ગીતા નાં તેરમાં અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ પર પ્રવચન કર્યું.

લઘુ વાક્ય વૃત્તિ ગ્રંથ પ્રસિદ્ધ મહાવાક્ય “અહં બ્રહ્માસ્મિ” પર વ્યાખ્યા રૂપ છે.

ગીતા નાં તેરમાં અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ માં ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નો વિવેક પ્રદાન કર્યો.
ભગવાને જણાવ્યું કે આ શરીર રૂપી ક્ષેત્ર માં એને જાણનારો ક્ષેત્રજ્ઞ પણ હું જ છું. જે આને જાણે છે, એ જ જન્મ મૃત્યુ નાં ચક્ર માંથી મુક્ત થઇ જાય છે. એને જાણવા માટે અમાનિત્વ વગેરે 20 મૂલ્યો ને પાત્રતા રૂપ વિકસિત કરવા જોઈએ
અંત માં બંધન અને મુક્તિ નું સ્વરૂપ બતાવ્યું. અને મુક્તિ માટે વિવેક કરવો એ જ એક માત્ર વિકલ્પ છે. તેમ જણાવ્યું.

This entry was posted on July 2, 2018, in GGY. Bookmark the permalink.